આરટીઓમાં બોગસ ચૂંટણીકાર્ડ બાબતે 2 ઝડપાયા

ભુજ : આરટીઓ કચેરીમાં લાયસન્સમાં સરનામાનો સુધારો કરવા માટે બોગસ ચૂંટણીકાર્ડ રજૂ કરનાર અરજદાર અને સાગરીતની અટક કરાઈ છે. ભુજના આસિસ્ટન્ટ આરટીઓ ઈન્સ્પેક્ટર પાર્થ સોલંકીએ બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં મુળ બિહારના અરજદાર અને (રહે. માધાપર) મહોમ્મદ અબ્બાસ મુરતજાઅલી અંસારીએ લાયસન્સમાં એડ્રેસનો સુધારો કરવા બોગસ ચૂંટણીકાર્ડ રજૂ કર્યું હતું. જેથી તેને પોલીસમાં સોંપાયો હતો. ઉપરાંત બોગસ આઈડીપ્રુફ બનાવી આપનારની પણ અટક કરાઈ હતી. બન્ને શખ્સોના કોરોના રિપોર્ટ કરાવી ક્વોરેન્ટાઈન કરાયા છે. રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ થશે.