અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી.એ ચાર જુગારીઓને ઝડપી પાડયા
જિલ્લામાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને ડામી દેવાના હેતુથી જિલ્લા પોલીસ વડા શ્રી આર. વી. અસારી સાહેબશ્રી નાઓના જિલ્લાના અધિકારીશ્રી ઓને ખાસ સુચના કરેલ તેના ભાગરૂપે એલ.સી.બી પો.ઇન્સ. શ્રી ડી.એન. પટેલ સાહેબ,પો.સબ.ઇન્સ. શ્રી કે. કે. જાડેજા સાહેબ, પો.સ.ઈ. શ્રી બી. એચ.ઝાલા સાહેબ અને એલ.સી.બી ટીમે બાતમીદારો કાર્યરત કરેલ હતા. તેના ફળ સ્વરૂપે પો.કોન્સ. વિપુલભાઈ પટેલ ને મળેલ ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી ટીમે જલાલપુર ગામની સીમમાં જલાલપુર વજીફા ગામ નો જગદીશભાઈ ગટોરભાઈ ઠાકોર ના ખેતરમાં રેડ કરી લીમડાના ઝાડ નીચે જાહેરમાં પૈસા પત્તા વડે પૈસાની હાર-જીતનો તીન પત્તીનો જુગાર રમતા કુલ ૪ ઇસમોને રોકડ રકમ રૂ.૨૦, ૧૬૦/-અને જુગારના સાધનો સાથે ભારે જહેમતથી ઝડપી પાડેલ હતા.
આરોપીઓના નામ:
૧) જગદીશભાઈ ગટોરભાઈ ઠાકોર રહે. જલાલપુર ગામ યસ બેન્ક પાસે તા. ધોળકા
૨) રોહિત ભાઈ રામજી ભાઈ ચૌહાણ (ઠાકોર) રહે.અસલાલી તુલસીવાસ,રામદેવપીર ના મંદિર પાસે તા. દસ્ક્રોઇ
૩) ગોપાલભાઈ કનુજી ઠાકોર રહે.અસલાલી તુલસીવાસ,રામદેવપીર ના મંદિર પાસે તા. દસ્ક્રોઇ
૪) બાબુજી ઉર્ફે છનાજી આતાજી ઠાકોર રહે.અસલાલી તુલસીવાસ,રામદેવપીર ના મંદિર પાસે તા. દસ્ક્રોઇ
રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર