અમરેલીના તરવડા ગામના ખેડૂત સાથે 1.80 લાખની છેતરપીંડી થઈ

અમરેલી તાલુકાનાં તરવડા ગામે રહેતા એક ખેડૂત ફેસબુક ઉપર ટ્રેકટર વેચવાની જાહેરાત જોઈ તે ટ્રેકટર ખરીદવા માટે થઈ 4 વખત સામાવાળાનાં ખાતાાંરૂા. 1.80 લાખ ભરી દેવા છતાં ખેડૂતને ટ્રેકટર નહી મળતાં ખેડૂતે ર શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં તરવડા ગામે રહેતા અને ખેતીકામ કરતાં કિશોરભાઈ ભીમજીભાઈ લાખાણી નામનાં 65 વર્ષીય વૃઘ્ધ ખેડૂતે પોતાનાં ફેસબુક એકાઉન્ટમાં ટ્રેકટરની જાહેરાત જોઈ અને ત્યારબાદ ટ્રેકટર ખરીદવા માટે થઈ આપેલ નંબર ઉપર ફોન કરી ટ્રેકટરની કિંમત રૂા. 1,80,210 નકકી થયા બાદ કટકે કટકે 4 વખત સામાવાળા મહારાષ્ટ્રમાં રહેતા અસ્ફાક અને તેના ડ્રાઈવરનાં બેંક ખાતામાં પૈસા જમા કરાવી દીધા હતા પણ સામાવાળાએ ટ્રેકટર નહી આપી તરવડા ગામનાં વૃઘ્ધ ખેડૂત સાથે રૂા. 1,80,210ની છેતરપીંડી કરી ઈન્ફોરમેશન ટેકનોલોજી એકટ તથા ખેડૂત આઈડીની ઓળખ કરી ઠગાઈ કર્યાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાતા પોલીસે મહારાષ્ટ્રનાં બન્ને શખ્સો સામે વધુ તપાસ હાથ ધરી છે.