સુરેન્દ્રનગર – વઢવાણ નગરપાલિકા વિસ્તારમાં પંદર દિવસ સુધી વિનામૂલ્યે આયુર્વેદીક ઉકાળાનું વિતરણ કરાશે

કોરોના વાયરસ કોવિડ – ૧૯ ના સંક્રમણના સમયે સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોનું આરોગ્ય જળવાઈ રહે અને કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ અટકાવી શકાય તે માટે સુરેન્દ્રનગર જિલ્લા વહિવટી તંત્ર અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે સુરેન્દ્રનગર – દુધરેજ – વઢવાણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારના અર્બન હેલ્થ સેન્ટર – વઢવાણ, અર્બન હેલ્થ સેન્ટર – જોરાવરનગર, અર્બન હેલ્થ સેન્ટર વેપારી મંડળ તથા અર્બન હેલ્થ સેન્ટર – લક્ષ્મીપુરા અને અર્બન હેલ્થ સેન્ટર – કૃષ્ણનગર વિસ્તારમાં અલગ – અલગ રૂટ દ્વારા વિનામૂલ્યે આયુર્વેદીક ઉકાળાનું વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના સમયમાં આયુર્વેદીક ઉકાળાનું સતત પાંચ દિવસ સુધી સેવન કરવું ખૂબ જ જરૂરી હોઈ, સુરેન્દ્રનગર – વઢવાણ શહેરીજનોને જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરાયેલ આ વિનામૂલ્યે આયુર્વેદીક ઉકાળાનો લાભ લેવા જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા