નારાણપર થી કેરા જતાં રોડના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર : નારાણપર થી કેરા મુખ્ય રોડ ભ્રષ્ટાચારનો રાજમાર્ગ

નારણપરથી કેરા નો રશતો હજું 2 મહિના પુરા નથી થયા પ્રજાના પૈસે બનાવાતા રોડમાં લોટ પાણી ને લાકડા

૨ માસ પહેલાં બનેલા રોડમાં મસમોટા ગાબડાં કેમ પડ્યાં? ચર્ચાતો સવાલ : નબળી ગુણવત્તાવાળું કામ કરીને મોટાપાયે ‘ધનસંચય’ થઈ ગયો

નારાણપર થી કેરા જતો રસ્તો માત્ર ૨ મહિનામાં તૂટી ગયો : પ્રજાના પૈસે બનાવાતા રોડમાં લોટ પાણી ને લાકડા

નારાણપર થી કેરા જતાં મુખ્ય રોડ માં અનેક જગ્યાએ મોટા મોટા ખાડા દેખાઈ રહ્યાં છે ત્યારે ત્રસ્ત થયેલાં નાગરિકોની માંગ સ્વીકારીને માંડ ક્યાંક રસ્તા બનાવવામાં આવ્યાં છે જેમાં પણ કોઈજ પ્રકારની લાઈનદોરી વિનાજ માત્ર પાતળા ડામરના થર ચડાવી દઈને પ્રજાને દેખાડવા માત્રની કામગીરી કરવામાં આવી રહી છે તેમ છતાં તંત્રનું મૌન ઘણું બધું સૂચવી જાય ત્યાછે રે માત્ર મલાઈ ખાઇલેવાના ઇરાદેજ આ કામગીરી કરવામાં આવી રહી છે આ સતત ટ્રાફિક ધરાવતો રોડ હોવાને કારણે અનેક અકસ્માતો થવાનો ભય વાહન ચાલકોને સતાવી રહ્યો છે

આ સ્થળોની મુલાકાત લેતાં જોવા મળ્યું હતું કે આ દરેક જગ્યાએ માત્ર નામનો ડામર વાપરીને કાંકરીનો ઉપયોગ માત્ર કરવામાં આવ્યો છે અને ખુબજ નબળી ગુણવત્તાવાળું કામ કરીને વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે ત્યારે આ જગ્યાએ રોડ બનાવવાનો જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેની બેદરકારીને કારણે કોઈ અકસ્માત સર્જાશે અને અઘટિત ઘટના બનવા પામશે તો તેની જવાબદારી કોના શિરે રહેશે હાલમાજ કોન્ટ્રાકટરની બેદરકારીનો ભોગ એક યુવાન બન્યો અને મૃત્યુ પામ્યો તેની શાહી સુકાઈ નથી ત્યાં વળી બીજી કોઈ ઘટના ન બને તેનું ધ્યાન તંત્રએ રાખવું રહ્યું માત્ર વિટામિન “એમ”ની ઉણપ પુરી કરી માનવ જીવન સાથે ચેડા ન થાય તે તંત્રએ જોવું રહ્યું આ બાબતે મનોમંથન કરીને આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટને આપવામાં આવેલ કોન્ટ્રાકટ રદ કરવો જોઈએ કેમકે માત્ર બે માસ માં આ રોડ ના કામની આવી અવદશા હોય ત્યાં આ ડામરના નામે કાંકરી પથરાઈ રહી છે શું તે તંત્રને દેખાતું નહિં હોય..? આ વિચારીને નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને વાહન ચાલકો દ્વિધામાં મુકાયા છે નાગરિકોની હાલત કફોડી બની છે ત્યારે આ બાબતે તંત્રએ મનોમંથન કરવું રહ્યું તેવું લોકો જણાવી રહ્યાં છે