સી.એન.જી. ભરાવતા સમયે એમ્બ્યુલન્સમાં આગથી દોડધામ મચી જવા પામી
ભાવનગરમાં એમ્બ્યુલન્સ વાનમાં આગ ભભુકી ઉઠી હતી. પ્રાપ્ત માહિતી ભાવનગર શહેરનાં સુભાષનગર એરપોર્ટ રોડ પર મારુતિ વાન એમ્બ્યુલન્સ સીએનજી ગેસવાળી નં. જીજે 4 ડબલ્યુ 5431માં અચાનક આગ ભભૂકી ઉઠતાં સળગી ઉઠી હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર બ્રિગેડનાં સ્ટાફે બનાવસ્થળે દોડી જઇ આગને કાબુમાં લીધી હતી.