અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન પાસેથી કારની તસ્કરી

અમરેલી તાલુકાના વરસડા ગામેથી તાલુકા પોલીસને કાર નં. જી.જે. 14 એ.એ. 4286 બિનવારસી હાલતમાં મળી હતી. તે કાર અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ઉપર લાવી બાજુમાં પાર્ક કરેલ હતી તે કાર બાબરા તાલુકાના ઈંગોરાળા ગામે રહેતા ધર્મેશભાઈ દેવાયતભાઈ ડેર તાલુકા પોલીસની કોઈપણ જાતની પરવાનગી વગર ચોરી કરી લઈ ગયાની ફરિયાદ અમરેલી સીટી પોલીસમાં નોંધાઈ છે.