ગાંધીધામમાં 1.09 લાખના ચોરાઉ 37 પાઇપ સાથે 2 જબ્બે
ગાંધીધામ: ગાંધીધામના વોર્ડ-10/એ ગુરૂકુળ વિસ્તારમાંથી પાણીની લાઇન માટે પાલિકાના કોન્ટ્રાક્ટરે રાખેલી રૂ.1.09 લાખની કિંમતના 37 પીવીસી પાઇપલાઇન સાથે એ-ડિવિઝન પોલીસે બે જણાને પકડી લઇ આ ચોરીનો ભેદ ત્રણ દિવસમાં ઉકેલી લીધો છે.
આરોપીઓ પાસેથી ચોરીમાં વપરાયેલી જીપ સહિત 2,59,890 નો મુદ્દામાલ કબજે
પીઆઇ કે.પી.સાગઠીયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે,કોન્ટ્રાક્ટર રમેશભાઇ કેયણાજી રાજપુતે તા.5/7 ના વોર્ડ-10/એ માં મકાન નંબર 224 ની ગેલેરીમાં પાણીની લાઇન માટે નગરપાલીકામાંથી રૂ.1.09 લાખની કિંમતના પાઇપ રખાવ્યા હતા તે ચોરી થયા હોવાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે રાખેલી વોચમાં જે મકાનમાં આ પાઇપ રાખ્યા હતા એ જ મકાનમાં રહેલા શૈલેશ કમલભાઇ વનજાની અને સુંદરપુરીમાં રહેતા નરસંગાભા ખીમકરણભાઇ ગઢવીને પકડી લઇ ચોરાઉ 1,09,890 ની કિંમતના 37 પાઇપ રીકવર કર્યા હતા. આરોપીઓ પાસેથી ચોરીમાં વપરાયેલી જીપ સહિત 2,59,890 નો મુદ્દામાલ કબજે કરી તેમને રાઉન્ડઅપ કરી લીધા છે કોવિડ 19 ટેસ્ટ બાદ અટક કરાશે. પીઅેસઆઇ જે.એન.ચાવડા, પી.કે.ગઢવી, એએસઆઇ નિકુલસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો.