મોરબી અને હળવદમાંથી 17 ખેલી ઝડપાયા

મોરબી એ ડીવીઝન પોલીસે દફતરી શેરી વિસ્તારમાં તેમજ હળવદના ચરીડવામાં સુતારશેરી વિસ્તારમાં રેડ કરી બંને જગ્યાએથી 17 જુગારીઓની રોકડ રૂા.49,460 સાથે અટકાયત કરી છે.
દફતરી શેરીમાં બાતમીના આધારે રહેણાંક મકાનમાં રેડ કરી હતી ત્યારે રહેણાંક મકાનમાં જુગાર રમી રહેલ હસમુખ નારણ પરમાર મેાચી(60), અંકિત હસમુખ પરમાર મેાચી (25), ધવલ હસમુખ પરમાર મેાચી (31), ધિમલ હર્ષદ ગોસાઈ બાવાજી (32) રહે.ચારેય દફતરી શેરી ગ્રીનચોક, નિતીન લક્ષ્મીચંદ કાગડા કંસારા (50) રહે.કંસારા શેરી, મહિપત વસંત કુબાવત બાવાજી (65) રહે.રાધાપાર્ક વાવડી રોડ, સુરેશ હરિલાલ રાણપરા સેાની (49) રહે.માધાપર શેરી, ચંદ્રકાંત નટવરલાલ પાટડીયા સેાની (58) રહે.વેરાઇશેરી, જીતેન્દ્ર માધવજી ગોહેલ વાણંદ (49) રહે.પારેખ શેરી, ભરત વાડીલાલ દફતરી જૈન (66) રહે.દફતરી શેરી અને રાજદીપસિંહ કિશોરસિંહ જાડેજા દરબાર (28) રહે.મહેન્દ્રપરા જુગાર રમતા મળી આવતા ઉપરોક્ત 11 ની રેાકડા રૂા.32,260 સાથે ધરપકડ કરીને ગુનો દાખલ કરેલ છે. જ્યારે હળવદ પોલીસે બાતમીના આધારે તાલુકાના ચરાડવા ગામે રેડ કરી હતી જ્યાં જુગાર રમતા છ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પેાલીસે ચરાડવા ગામે સુતાર શેરીમાં પ્રવિણભાઇ રાધેશ્યામભાઇ બાવાજીના રહેણાંક મકાનની સામે રસ્તા પાસે ખુણામાં ખુલ્લામાં સ્ટ્રીટલાઇટના અંજવાળે જાહેરમાં જુહાર રમતા ઇસમેા ઉપર રેડ કરતાં સ્થળ ઉપરથી જૂગાર રમતાં મળી આવેલા પ્રવિણભાઇ રાધેશ્યામભાઇ દેવમુરારી બાવાજી (58) રહે.ચરાડવા, સુરેશભાઇ પોપટલાલ જોષી બ્રાહ્મણ (35) રહે.ચરાડવા, છગનભાઇ મોહનભાઇ માકાસણા પટેલ (70) રહે.ચરાડવા, દિપકભાઇ દેવરામભાઇ નિમાવત બાવાજી (35) રહે.ચરાડવા, કમલભાઇ જીતેંદ્રભાઇ વ્યાસ બ્રાહ્મણ (34) રહે.ચરાડવા અને દિલીપભાઇ જેરામભાઇ સોનાગ્રા દલવાડી (30) રહે.ચરાડવાની પેાલીસે રોકડા રૂા.10,200 તથા ચાર મોબાઇલ ફોન કિંમત રૂા.7000 મળી કુલ રૂા.17,200 ના મુદામાલ સાથે ધરપકડ કરી ગુનેા દાખલ કરાયેા હતેા.