મોરબીમાં ક્રિકેટ રમવા બાબતે થયેલ મારમારીમાં બન્ને પક્ષના 4 ઈસમોની અટક

મોરબીના લીલાપર રોડ ઉપર બે દિવસ પહેલા મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બે પરિવારો વચ્ચે બાળકોને ક્રિકેટ રમવા બાબતે થયેલી બોલાચાલી બાદના ઝઘડામાં લોખંડના પાઈપ, ધોકા તેમજ કુહાડી વડે હુમલો અને આધેડના રહેણાંક મકાનમાં તેમજ ઘર પાસે પડેલ તેમના વાહનેામાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આ બનાવમાં બન્ને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં પોલીસે બન્ને પક્ષના કુલ મળીને ચાર શખ્સોની ધરપડક કરી છે. મોરબીના સબજેલ ચોક પાસે રહેતા વેલજીભાઇ ઉર્ફે વેલાભાઈ રત્નાભાઈ પરમાર (ઉંમર 50) ના દિકરાને સામેવાળના દિકરા સાથે ક્રિકેટ રમવા બાબતે માથાકુટ થઇ હતી તે બાબતનો રેાષ રાખીને મોરબીના રબારીવાસ વિસ્તારમાં રહેતા કિશન ચીનાભાઇ ભુંભરીયા, ધારા રબારી, મહેશ રબારી, જીતા રામા ભુંભરીયા, કારા રમેશ ભુંભરીયા અને ચીના ભુંભરીયાએ એકસંપ કરીને વેલજીભાઈ પરમારના મકાનમાં હુમલો કર્યો હતો આ ગુનામાં પોલીસે હાલમાં મહેશભાઈ જીવણભાઈ ભૂમ્ભરીયા અને શાની ઉર્ફે રમેશબાઇ ભૂમ્ભરીયાની ધરપકડ કરી છે. તો સામાપક્ષેથી કિશન ભગવાનજી ભુંભરીયા રાયકા રબારી (24)એ વેલજીભાઇ ઉર્ફે વેલો, વેલજીભાઈના પત્ની અનુબેન, વેલજીભાઈનો દીકરો પ્રદીપ, વેલજીભાઇના મોટા ભાઈ શંકરભાઈનો દીકરો હસમુખ અને અજયભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે હસમુખભાઈ શંકરભાઈ પરમાર અને અજયભાઈ શંકરભાઈ પરમારની ધરપકડ કરી છે.