પાઈપ ભરેલ ત્રણ ટ્રેલઈર વચ્ચે ત્રિપલ અકસ્માત છને ઇજા અને બે ને ગંભીર ઇજા પહોચતાં ભુજ ખસેડાયા.
ભચાઉ પાસે આજે બપોરે ૧૨ વાગ્યાના અરસામાં ત્રિપલ અકસ્માતમાં ત્રણે વાહન ચાલકોને નાની-મોટી ઇજા થઈ હતી. તમામને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી વાગડ વેલ્ફર હોસ્પિટ્લમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ચાર ડ્રાઇવરને નજેવી ઇજા થઈ હતી તેથી તેમને સારવાર આપીને જવા દેવામાં આવ્યા હતા. તેમાંથી બે ડ્રાઇવરને ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માતના બનાવની મળતી વિગતો અનુસાર આજે ભચાઉ હાઇવે ઉપર ટ્રેઇલર નં.જી.જે ૦૫ વાય.વાય.૮૫૦૦,જી.જે. ૧૨ બી.વી.૭૪૧૬ અને આર.જે.૬૨ જે.એ.૧૭૧૬ એમ આ ત્રણે ટ્રેઇલર પાઇપ ભરેલા હતા. તેમાં ધડાકાભરે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ટ્રેઇલરમાં આગ લાગતાં ટ્રેઇલરને ભારે નુકશાન થયું હતું. અને થોડા સમય માટે ત્યાં થોડી અફડાતફડી મચી ગઈ હતી. અકસ્માત બાદ ટ્રેઈયરમાં આગ લાગતાં તેના ડ્રાઈવર અને કલીનરને ઇજા પહોંચી હતી. ત્યારે અન્ય બે ટ્રેઇલરના ડ્રાઈવર અને કલીનર કેબિનમાંથી કૂદકો મારી બહાર નીકળી ગયા. જેમાંથી બેની હાલત વધુ ગંભીર હોવાની જણાવતા વધુ સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યા છે. જે ટ્રેઇલરમાં આગ લાગી હતી. તે આગ બુજાવવા માટે નગરપાલિકનું ફાયર ફાઇટરને પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લીધી હતી. આ બનાવની ભચાઉ પોલીસે તપાસ કરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.