સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમોનું સરકારી કચેરી દ્વારા જ ભંગ કરાયો ભુજની મામલતદાર કચેરીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ઊડ્યાં ધજાગરા

કોરોના નામની વૈશ્વિક મહામારી નાથવા માટે સમગ્ર વિશ્વમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું અને કોઈ વ્યક્તિ કોરોનનો ભોગ ન બને તે માટે સરકાર દ્વારા કેટલાક કડક નિયમો પણ બનાવવામાં આવ્યા જેમાં માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સની પાલન કરવું અને એ મુખ્ય ક્યહે. તેમાં સરકસર દ્વારા બનાવાયેલા નિયમોનો જ સરકારી કચેરી ભંગ કરી છે. વાત કરીએ ભુજ ની મામલતદાર કચેરી કે જ્યાંના દ્રશ્યો તમે જોશો તો તમે કદાચ મામલતદાર કચેરી જતાં પણ વિચારસો ભુજની મામલતદાર કાચરીમાં કે જ્યાં સોશિયલ ડિસ્ટન્સની જળવાતું નથી અને એક પણ વ્યક્તિ ના મોઢા પર માસ્ક પહેરેલું દેખાયું ન હતું. આ ઉપરાંત અધિકારીઓનાં મોઢા પર પણ માસ્ક દેખાયા ન હતા આ એક એવી જગ્યા છે કે જ્યાં કચ્છ ભરમાથી લોકો કામ અર્થે આવતા હોય છે અને જો સરકારની જાહેર કરાયેલી માર્ગદર્શિકાનો ભંગ કરશે તો આપણા પગ પર જ કુહાડી મારવા જ્ર્વો તાલ સર્જાશે. તમામ લોકોને એક જ અપીલ છે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને માસ્ક પહેરો તો જ કોરોનને નાથી શકીશું