ધારીમાં મકાન લે-વેચના મનદુ:ખ રાખી કન્સ્ટ્રકશન ધંધાર્થી પર જીવલેણ હૂમલો કરાયો

ધારી ગામે આવેલ નવી વસાહતમાંરહેતા અને કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા હિંમતભાઇ બાલુભાઇ સરવૈયા, નામના 40 વર્ષીય યુવકને પોતાના મકાન વેંચવાના હોય અને આ કાન ધારી તાલુકાના સરસીયા ગામે રહેતા હરેશભાઇ જેતાભાઇ વાળા સહિતના 3 લોકોને આ મકાન ઓછા ભાવે લેવા હોય પરંતુ વેંચનાર યુવકે ના પાડતા સામાવાળા ત્રણેય ઇસમોએ ઉશ્કેરાઇ જઇ યુવકને તથા તેમના પુત્ર ગોપાલ તથા પિત્રાઇ ભાઇને તલવાર, લોખંડના પાઇપ વડે માર મારી ઇજા કર્યાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાઇ છે.