લાકડિયા હત્યા કેસમાં 5 શખ્સો ઝડપાયા

ગાંધીધામ:ભચાઉ તાલુકાના લાકડિયા નજીક આવેલી હોટલમાં ચોરીના ઈરાદે ડફેર ગેંગએ કરેલા ચોરીનો પ્રયાસ મોબલિન્ચિંગમાં બદલાઈ ગયો હતો. લાકડીયા પાસે હોટલમાં પાટણના રાણીસરના ડફેર જમાલ ભટ્ટીને હોટલ કર્મી પકડવા જતા તેને છરી ભોંકી દીધી હતી. ત્યારબાદ સ્થળ પર રહેલા ટ્રક ચાલકોએ એકત્ર થઈને ઢોર માર મારતા મોત નિપજ્યું હતુ. જેમાં ડફેરના પિતાએ 7 સામે હત્યાનો ગુન્હો નોંધાયો હતો. હત્યાના ગુન્હામાં આરોપી રહેલા ગોકલારામ તુલસારામ જાટ, સોનારામ લાધારામ જાટ, ચોકિદાર કેવલારામ મુકનારામ જાટ, હનુમાનરામ ભારુરામ જાટ, ભાગીરથ હુકમારામ બીશ્નોઈની પોલીસે અટક કરી હતી.