ભુજમાં 2 જુગાર ક્લબો પર રેડ

ભુજ:ભુજમાં સંજોગનગર તથા દાદા હુસેનશાપીરની દરગાહ પાસે જાહેરમાં ધમધમતી જુગારની ક્લબ પર દરોડો પાડવમાં આવ્યો હતો. જેમાં 16 આરોપીઓ પકડાયા હતા, એક સંચાલક ફરાર થઇ ગયો હતો. ભુજના સંજોગનગર ખાતે રહેતો આરોપી નિઝામ અબ્દુલગની મોગલ આલાહઝરત મદ્રેસાની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં બાવળની ઝાડીમાં બહારથી ખેલી બોલાવી ધાણીપાસાનો જુગાર રમાડતો હતો. એલસીબીએ દરોડો પાડી સંચાલક નિઝામ સહિત અન્ય શખ્સો અલ્પેશ નરેશ ગુસાઇ (વિજયનગર, ભુજ), કેવલ વિશાલ ઠક્કર, હુસેન આમદ ચાૈહાણ , છગન કાનજી ભાનુશાલી , જયેન્દ્ર પ્રાગજી શાહ (તમામ અંજાર) તથા એક કિશોર સહિત 7 જુગારીઓ પકડાયા હતાં. તેઓ પાસેથી 71,700 રોકડા, 6 મોબાઇલ, એક કાર અને એક બુલેટ સહિત કુલ 3.41 લાખનો મુદામાલ જપ્ત કરર્યો હતો. તો શહેરના દાદા હુસેનશા દરગાહ નજીક ઝાડીઓમાં પણ ક્લબ પકડાઇ હતી. અહીં આરોપી અકબરશા હુસેનશા શેખ જુગાર રમાડતો હતો. પોલીસે રેડ પાડી આરોપીઓ કાશમશા ઇબ્રાહિમશા શેખ (કનૈયાબે), રમેશ મામદ કોલી (નોખાણીયા), માવજી કારા ગાગલ (કુનરીયા), મેહુલ ધનજી છાંગા, શામજી દાના ચાડ (ધરમપુર), સુરેશ રવજી ગાગલ (નોખાણીયા), પરેશ શાંતીલાલ શાહ (આદિપુર), હુસેનશા જમનશા શેખ (અંજાર), હરેશ વાલજી કેરાશીયા(ઝીકડી) પકડાઇ ગયા હતાં. જ્યારે સંચાલક ફરાર થઇ ગયો હતો. જુગારીઓ પાસેથી રોકડા રૂા.65,200, સાત મોબાઇલ, બે કાર તથા બે બાઇક સહિત કુલ રૂા. 4.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તો મોટા લાયજાના જૈન દેરાસરની બાજુમાં દુકાનમાં વરલી મટકાનો શ્રીદેવી બજારનો આંકડાનો જુગાર રમાડતા મુકેશ રામજી ગડાને પકડી પડાયો હતો. તેની પાસેથી રોકડા રૂા.20, 670ની રોકડ તથા મોબાઇલ મળી આવ્યા હતાં.