સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી ગામે એક મહિલા ને કોરોના પોઝિટિવ આવતા પ્રથમ કેસ નોંધાયો

હાલ જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના્ મહામારી ચાલી રહી છે ત્યારે જિલ્લા સ્તરે થી લઈને તાલુકા સ્તર સુધી કોરોના પહોંચી ગયો છે ત્યારે હાલ કોરોના વાયરસ ગ્રામ્ય સ્તરે પણ પહોંચી ગયો
ત્યારે ચોકડી એક મહિલા ને કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ગામમાં ચિંતાજનક માહોલ સર્જાયો હતો ક્યારે તાત્કાલિક ચોકડી આરોગ્ય ટીમ ચોકડી ગામે પહોંચી એક મહિલા ને 108 દ્વારા લીંબડી હોસ્પિટર આઇસોલેશન વોર્ડમાં સારવાર અર્થે લઈ આવ્યા હતા
હાલ જ્યારે દિનપ્રતિદિન ચુડા માં અને ચોકડી પંથકમાં કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે ત્યારે ચોકડી પંથકમાં એક ચિંતાજનક માહોલ સર્જાયો હોય તેવું લાગી રહ્યું છે.
તેઓને ચુડા 108 એમ્બ્યુલસ ઇ.એમ.ટી. નિખિલભાઈ મકવાણા તેમજ પાયલોટ દેવરાજસિંહ વાઘેલા દ્વારા કોરોના પોઝિટિવ ને લઇ લીંબડી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
આ કોરોના ની મહામારીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ડો.ભાવેશ માલકિયા, આશિષભાઈ ભટ્ટી, સહિત ટીમે કન્ટેનમેન્ટ જોન નું સર્વે તેંમજ કોરોના મહામારી સામે જાગૃતતા લાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે .
પોલીસ કર્મીઓ અને મામલતદાર સહિત ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પરિવર્તન ચેરીટેબલ ટ્રસ્ટ, ચોકડી દ્વારા કોરોના પોઝીટિવ આવેલ ના ઘર તેમજ આસપાસ વિસ્તારમાં સેનિટાઈઝીગ કરવામાં આવ્યું હતું
રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા