વિરમગામ ટાઉન પોલીસે ૧૩ જુગારીઓને પકડી પાડયા

મહે. પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર મોથલીયા સાહેબ અમદાવાદ વિભાગ, તથા મહે. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી આર.વી અસારી સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓએ જિલ્લામાં પ્રોહી. જુગાર ની ચુસ્ત અમલવારી સારુ પ્રોહી. તથા જુગારની કામગીરી શોધી કાઢવા સપ્ત સુચના કરેલી છે જે આધારે અમદાવાદ પોલીસ અધિક્ષકશ્રી પી.ડી મણવર સાહેબ વિરમગામ વિભાગ ના ઓના માર્ગદર્શન અનુસાર વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. જુગાર ની પ્રવૃત્તિઓ સદંતર જડમૂળ માંથી નેસ્ત નાબુદ કરવા સારુ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.બી ગોહીલ સાહેબ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન નાઓએ ટીમ બનાવી પ્રોહી. જુગારની પ્રવૃત્તિઓ કરતા એકમો પર વોચ રાખવા સુચના કરેલ છે જે આધારે ખાનગી બાતમીદારો થી માહિતી મળેલ છે કે વિરમગામ ઝંડાની મસ્જિદ પાસે રહેતા અબદુલભાઇ હુસેનભાઇ તાઇ નાઓ બહારથી માણસો બોલાવી નાર ઉઘરાવી પોતાના અંગત ફાયદા સારુ પોતાના રહેણાંક ના મકાનમાં પહેલા માળે જુગાર નો અડો ચલાવી રહ્યા છે.
જેવી હકીકતની જાણ થતાં મહે. નાયબ પોલીસ અધિક્ષક સાહેબ વિરમગામ વિભાગ ના પાસેથી જુગાર ધારા કલમ ૬ મુજબ વોરંટ મેળવી રેડ કરવાનું આયોજન કરી રેઇડીંગ પાર્ટીના માણસો પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય.એ પરમાર સાહેબ તથા એ.એસ.આઇ વિક્રમસિંહ ભગતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ કુબેરભાઈ, દિગ્વિજયસિંહ અજુભાઈ,જીતેન્દ્રસિંહ જીલુભા, જયદીપસિંહ જવાનસિંહ અને કલ્પેશ ભાઈ કરમશીભાઈ નાઓ હકીકત વાળી જગ્યાએ પંચો સાથે રેઇડ કરતા નીચે મુજબના જુગારીઓને પકડી પાડેલ છે.
જુગારીઓ ના નામ:-
૧) અબદુલભાઇ હુસેનભાઇ તાઈ રહે.વિરમગામ ઝંડાની મસ્જિદ પાસે,તા.વિરમગામ
૨) ઈકબાલભાઈ કેશુભાઈ સિપાઈ રહે. વિરમગામ હાજી હુસેન નો ચકલો તા.વિરમગામ જિ. અમદાવાદ
૩) અજીતભાઈ હીરાભાઈ ઠાકોર રહે.રાસમ ગામ તા.બાવળા જિ.અમદાવાદ
૪) મુજ્જફ્ફરમિયા મુસ્તુફા મિયા મલેક રહે. ઝંડીયાકુવા ધોળકા જિ.અમદાવાદ
૫) હુસેનભાઇ ઇબ્રાહીમ ભાઇ કછોટ રહે. વિરમગામ પના ચકલા તા.વિરમગામ જિ.અમદાવાદ
૬) મયુદ્દીન મહેબુબભાઇ મનસૂરી રહે.વિરમગામ પના ચકલા તા.વિરમગામ જિ.અમદાવાદ
૭) ઈલિયાસભાઈ યુસુફભાઈ શેખ રહે.વિરમગામ રૈયાપુર રોડ તા.વિરમગામ જિ.અમદાવાદ
૮) મયુદ્દીન મુસાભાઇ વાટીયા રહે. વીરમગામ નીલકંઠ મહાદેવ નાગરવાડા તા.વિરમગામ જિ.અમદાવાદ
૯) મોહનભાઈ સોમાભાઈ ભરવાડ રહે.ગધે માર્ગ ધોળકા જિ.અમદાવાદ
૧૦) છગનભાઈ ઉર્ફે સની મથુરભાઈ કો પટેલ રહે.વિરમગામ પરપોટા તા.વિરમગામ જિ.અમદાવાદ
૧૧) નજીર ભાઈ ઉમરભાઈ વેપારી રહે.વિરમગામ તાઇવાડા તા.વિરમગામ જિ.અમદાવાદ
૧૨) વોન્ટેડ -આરીફ ભાઈ વોરા રહે.રૂપાલ ગામ તા.બાવળા જિ.અમદાવાદ
૧૩) વોન્ટેડ-સત્તાર ભાઈ વોરા રહે. મફતીયા પુરા ધોળકા જિ.અમદાવાદ
આ તમામને કુલ રકમ રૂપિયા ૮૬,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી વિરમગામ ટાઉન ખાતે જુગાર ધારા કલમ-૪,૫ મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરી જુગારનો ગણનાપાત્ર કેસ સુધી ભારતી વિરમગામ ટાઉન પોલીસ તેમજ નાસી ગયેલ બંને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર