વેરાવળમાં રહેણાંક મકાનમાં જુગાર રમતી 5 મહિલા મુદામાલ સાથે પકડાતાં ચકચાર મચી

વેરાવળમાં 80 ફુટ રોડ ઉપર વાણંદ સોસાયટીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતી પાંચ મહિલાઓને રોકડા રૂા.17050 સાથે પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
વેરાવળ ડી.સ્ટાફના પો.કો. લખમણભાઇ માલાભાઇ, હે.કો.નટુભા ભાભલુભા, દેવદાનભાઇ માણંદભાઇ, સંજયભાઇ લખમણભાઇ, કૌશીકભાઇ દેવશીભાઇ, અજયકુમાર રાણાભાઇ, વિનુભાઇ ગીગાભાઇ સહીતના સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન વેરાવળના 80 ફુટ રોડ ઉપર આવેલ વાણંદ સોસાયટીમાં રહેતી શારદાબેન કનકરાય પંડયા પોતાના મકાનમાં બહારથી અન્યોને બોલાવી જુગાર રમવાની સગવડતા પુરી પાડી રહેલ અને અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવી રહેલ હોવાની બાતમીના આધારે દરોડો પાડતા (1) શારદાબેન કનકરાય પંડયા (2) પ્રફુલાબેન હરસુખલાલ લુહાર (3) હંસાબેન કમલેશભાઇ ચાવડા (4) ભારતીબેન નાથાલાલા પાલા (5) પારૂલબેન ગોવિંદભાઇ શર્મા ને રોકડા રૂા.17,050 ની સાથે ઝડપી લઇ જુગાર ધારા કલમ 4, 5 મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.