કોરોનાના કહેર વચ્ચે આજે ભુજમાં વધુ ૨ પોઝીટીવ કેસ આવ્યાં સામે

ભુજઃ કચ્છમાં કોરોનાના વ્યાપક બની રહેલાં સંક્રમણ વચ્ચે આજે ભુજમાં વધુ બે પોઝીટીવ કેસ બહાર આવ્યાં છે. દર્દીમાં સ્ત્રી-પુરુષનો સમાવેશ થાય છે. આરોગ્ય તંત્રએ બંને સ્થળે ધસી જઈ કોન્ટેક્ટ ટ્રેસીંગ અને ક્વૉરન્ટાઈનની કામગીરી કરી છે. ભુજના ત્રિમંદિર પાછળ આવેલી સીમંધર સીટીમાં રહેતી ભારતીબેન બિપીનભાઈ ઠક્કર નામની ચાળીસેક વર્ષની મહિલા અને પ્રમુખસ્વામીનગરના ઓધવસૃષ્ટિ પાર્કમાં રહેતા 31 વર્ષિય મહેશ અરવિંદભાઈ ગઢવી નામના યુવકના રીપોર્ટ પોઝીટીવ આવ્યાં છે.