ભુજ ATM લૂંટ પ્રયાસના આરોપીનું મોત

મંગલમ ચાર રસ્તા પાસે, HDFC બેંકના એટીએમ તોડવાના પ્રયાસમાં ઝડપાયેલા ટ્રાવેલ્સના ધંધાર્થી કલ્પેશ દેવેન્દ્ર માણેકનું મોત થયું છે. પાલારા જેલમાં રહેલા કલ્પેશ માણેકને બીમારી સંદર્ભે ભુજની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ હતો. પણ, વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડાયો હતો. પણ વધુ સારવાર મળે તે પહેલાંજ તેનું મોત નિપજયું હતું. એટીએમ ચોરીના પ્રયાસમાં ભુજ એ ડિવિઝન પોલીસમાં ઝડપાયેલ કલ્પેશ માણેક ભુજમાં હેમલ ટ્રાવેલ્સના નામેં વ્યવસાય હતો. લેણું વધી જતાં તેણે દેશી તમંચા વડે ભુજમાં એચડીએફસી બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો.