બેઝ ઓઇલનો ટેન્કર સહિત ગેરકાયદેસરનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ કચ્છ ગાંધીધામ

ગાંધીધામ: બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ, ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ, ગાંધીધામ શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ નાઓ તરફથી જિલ્લામાં બેઝ ઓઇલનો ગેરકાયદેસર ઉપયોગ થતો હોવાથી તે બાબતે ની કાર્યવાહી કરવા જરૂરી સુચના આપતા એલ.સી.બી.ની.ટીમ ગાંધીધામ શહેરમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ગાંધીધામ ભચાઉ હાઇવેની બાજુમાં આવેલ એ.વી.જોષી ગોડાઉનની બાજુમાં સર્વે નં.૩૫૦ માં સાંઇકૃપા ટીમ્બરમાં રાખેલ કન્ટેઇનરના ટાંકામાં બેઝ ઓઇલ ટેન્કરમાંથી ખાલી કરે છે. તેવી બાતમી હકીકત આધારે સાંઇકૃપા ટીમ્બરમાં રેઇડ કરતા ટેન્કર નંબર જીજે-૧ર-એવાય-૦૫૬૫ વાળામાં ભરેલ બેઝ ઓઇલ તેમજ ટીમ્બરમાં રાખેલ ટાંકામાં મોટર દ્વારા ખાલી કરતા ગેરકાયદેસર બીલ વગરના માલ સાથે બે ઇસમો મળી આવેલ. જે મુદ્દામાલ તરીકે કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ વ્યકતિ :

(૧) સુરેશભાઇ ચુનીલાલભાઇ ઠક્કર ઉ.વ.૪૭ રહે. આદિપુર

(ર) ભલાભાઇ અર્જુનભાઇ બારીયા ઉ.વ.૪૧ રહે. મુળ શહેરા જિ.પંચમહાલ

મુદામાલ : – ટેન્કર નં. જીજે-૧ર-એવાય-૦૫૬૬૫ જેની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-

– ટેન્કરમાં ભરેલ બેઝ ઓઇલ ૩૦૦૦ લિટર કિ.રૂ.૧,૫૦,૦૦૦/-

– ટીમ્બરમાં રાખેલ ટાંકીમાં ભરેલ બેઝ ઓઇલ ૧૦૦૦ લિટર કિ.રૂ.૫૦,૦૦૦/-

– ડીઝલ ભરવાનો પંપ કિ.રૂ.૨૫,૦૦૦/-

– પાઇપ સહિતની ઇલેક્ટ્રીક મોટર કિ.રૂ.૫,૦૦૦/-

કુલ્લે કિ.રૂ.૧૨,૩૦,૦૦૦/-

આ કામગીરીમા ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એમ.એસ.રાણા તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો.