અમરેલીમાં ખાનગી બસમાં મહિલાની છેડતી પ્રકરણમાં આખરે પોલીસ નોંધ:ચકચાર

હરિધામ ટ્રાવેલ્સની બસમાં થયેલ મહિલા મુસાફરની છેડતીની અંતે ફરિયાદ નોંધાઇ છે. ગત તા.29/6ના રોજ બન્યો હતો. જેમાં આખરે પોલીસ ફરિયાદ થતા ચકચાર જાગી છે. ગીરગઢડા તાલુકાના સણોસરા ગામે રહેતા અને હાલ સુરત રહેતા 32 વર્ષીય મહિલા ગત તા. 29/6ના રોજ સુરતથી તેમના ફઈ સાથે હરિધામ ટ્રાવેલ્સ ગાડીમાં બેસી ધોકડવા જવા આવી રહયા હતા. ત્યારે તેજ બસમાં રહેલ જાફરાબાદ તાલુકાના ફાચરીયા ગામના ભાવેશભાઈ જાદવભાઈ ભીલ નામના શખ્સે મહિલાના સોફા પાસે જઈ મહિલાને સ્પર્શ કરી અને બિભત્સ વર્તન, ચેનચાળા કરી તથા તે જ બસમાં કલીનરે ગુન્હામાં મદદગારી કર્યાની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાઈ છે.