મૂળીના ઉતરડા ગામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો ઉંટ વૈદ્ય પકડાયો

મૂળી તાલુકાના ઉમરડા ગામેથી એકવર્ષથી માનવ આરોગ્ય સાથે ચેડા કરતો નકલી ડોકટરને એલોપેથી દવાના જથ્થા સાથે મૂળી પોલીસે ઝડપી પાડયો દેવપરા બાદ ઉમરડા ગામે નકલી ડોકટર ઝડપાયા હતો. મૂળી તાલુકાના દેવપરા ગામે નકલી ડોકટર પકડાયા બાદ ઉમરડા ગામે બોગસ તબીબ એલોપેથી દવાના જથ્થા સાથે મૂળી પોલીસ દ્રારા ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી હતી.મૂળી પી એસ આઇ ડી.જે.ઝાલા પો.હે.કો અશોકસિહ પરમાર પો.હે.કો રાયસંગભાઇ પરમાર એ.એસ આઇ એચ. એચ ઝાલા મૂળી પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ઉમ રડા ગામે કોઇપણ જાતની ડીગ્રી સર્ટી વિના એક ઇસમ એલો પેથી સારવાર કરતો હોવાની હકિકત મળતા સ્થળ ઉપર જતા મેડિકલ ઓફિસર કલાસ-2 પી આઇ ચુડાસમા પી એચ સી વગડીયા સહિત બે પંચોની બોલાવી હકિકત સમજ આપી દવાખાના જેવા લાગતા સ્થળે જયા કોઇ ડોકટરનુ બોર્ડ મારેલ નહતુ કલીનિકમા એક ખુરશી પર ઇસમ બેસેલા હતા લાકડા ના ધોડામા એલોપેથી અલગ અલગ દવાઓ ઇઁજેકશન બાટ લા સહિત ચીજવસ્તુઓ હતી ઇસમનુ નામ પુછતા હરેશભાઇ લક્ષ્મણભાઇ કલોત્રા જાતે રબારી ઉ.40 રે. સુ.નગર મૂળ ચુડાના હોવાનુ જણાવેલ હતુ જેની પાસે પ્રેકટીશ અંગેના કોઇ પણ જાતના સર્ટી ડીગ્રી તેમજ ગુજરાત કાઉન્સીલનુ રજીસ્ટેશન સર્ટી નહિ હોવાનુ જણાવેલ હતુ લોકોને પોતે ડોકટર હોવાનુ જણાવી એકાદ વર્ષથી પ્રેકટીશ કરી માનવ આરોગ્ય સાથે ચેડા કરી રહયા નુ જાણવા મળેલ હતુ નકલી ડોકટર ના દવાખાના માથી કુલ 56 જાતની જુદી જુદી એલોપેથી દવાઓ જેની અંદાજીત કિમત રૂ. 40.840 મળી આવતા મેડિકલ પ્રેકટીશનર એકટ કલમ મુજબ મૂળી પોલીસમા ધોરણસર ની કાર્યવાહી કરવામા આવેલ છે