દિલ્હીની AIIMSમાં દર્દીએ કર્યો આપઘાત

images-5-7

દિલ્હીના એઈમ્સના એક દર્દીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. છેલ્લા કેટલાક મહિનામાં એઈમ્સમાં આત્મહત્યાની આ ત્રીજી ઘટના છે. હાલ ત્યાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.દક્ષિણ જિલ્લા ડીસીપી અતુલ ઠાકુરના જણાવ્યા મુજબ, મૃતક રાજમણિ (35) મધ્ય પ્રદેશના સતનાનો રહેવાસી હતો. પાંચ-છ મહિના તેના આંતરડાનું ઓપરેશન થયું હતું. ત્યારબાદ તેને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યો હતો. આજે સવારે તેણે હોસ્પિટલના બાથરૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી દીધો અને તેના પરિવારના લોકોને જાણકારી આપવામાં આવી છે.