દિલ્હીના શાહબાદ વિસ્તારમાં ભયંકર આગઃ ૭૦ ઝૂંપડા બળીને ખાકઃ સદભાગ્યે જાનહાનિ ટળી

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીના શાહબાદ વિસ્તારમાં ગઇકાલે રાત્રે ભયંકર આગ લાગેલ આ આગમાં ૭૦ જેટલી ઝોપડીઓ બળીને ખાખ થઇ ગયેલ જોકે તેમાં કોઈ હતાહતની ખબર નથી ગઈકાલે રાત્રે લગભગ સાડા અગિયાર આસપાસ ફાયર વિભાગને ફોન ઉપર સૂચના મળેલ કે શાહબાદમાં આગ લાગી છે ઝડપથી ફેલાઈ રહી હતી અને જોડીઓને પોતાની લપેટમાં લઈ ચુકી હતી ત્યારબાદ ફાયર ફાઈટરની ૨૬ ગાડીઓ એ તુરંત સ્થળ ઉપર પહોંચી અને આગ ઠારવાનું શરૂ કરેલ. લાગેલી આગ ઉપર લગભગ અઢી કલાકની મહેનત બાદ રાત્રે બે વાગ્યા આસપાસ કાબુ મેળવવામાં આવેલ હાલ અહીં કૂલિંગ ઓપરેશન ચાલુ છે અને આગથી સિત્તેર ઝોપડીઓ જે સળગી ગઈ છે તેમાં કોઈ ઘાયલ હોવાના સમાચાર નથી જે મોટી રાહતની વાત છે.