અમરેલી જિલ્લામાં વિદેશી શરાબનાં જથ્થાનો નાશ

અમરેલી જિલ્લાના બાબરા, લાઠી, દામનગર પોલીસ મથકમાં ઝડપાયેલ વિદેશી દારુના મુદ્દામાલનો કોર્ટ આદેશના પગલે નાશ કરવાની કાર્યવાહીમાં સબ ડીવીઝનલ મેજી. એ.કે. જોષી, નાયબ પોલીસ અધિક્ષક એમ.એચ. રાણા, નશાબંધી અધિકારી ડી.એન. પરમાર પોલીસ અધિકારીઓની હાજરીમાં રૂા. 34,47,543ની કિંંમતનાં દારુના જથ્થા પર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.