ભુજમાં છરીની અણીએ લૂંટ ચલાવનાર 2 યુવાનની અટક

ભુજ : શહેરમાં છરીની અણીએ શ્રમીકને લૂંટનારાએ યુવકોની એ ડિવિઝન પોલીસે જી.કે. જનરલ હોસ્પિટલના ગેઈટ પાસેથી ધરપકડ કરી હતી. શ્રમજીવીએ રીક્ષાના પેસેન્જર તરીકે બેસાડી સરદારપટેલનગર પાસે અવાવરૂ જગ્યાએ લઈ જઈ છરી બતાવી રૂા.૧૩,પ૦૦ રોકડા અને મોબાઈલ મળી ૧૮,પ૦૦ની લૂંટ ચલાવાઈ હતી. જે બનાવમાંં ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં બાતમીના આધારે પોલીસે જી.કે. જનરલના ગેઈટ પાસેથી બે લૂંટારાને દબોચી લીધા હતા. જેમાં કેમ્પ એરિયામાં રહેતા ઈમરાન જુશબ માંજોઠી અને સેફસલીમ માંજોઠીની ધરપકડ કરાઈ હતી. આરોપી પાસેથી રોકડા રૂા.૧૧, પ૦૦, મોબાઈલ ૧ કિં.રૂા.પ હજાર અને રીક્ષા નં. જીજે. ૧ર. એવી. ૩૮૯૮ કિં.રૂા.પ૦ હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.