પેરોલ જમ્પ આરોપી ને પકડી પાડતી બગોદરા પોલીસ

fe636593-d5e9-41eb-8575-05f3d82c5706

   આજ રોજ આર. વી અસારી સાહેબ મે. પોલીસ અધિક્ષક શ્રી અમદાવાદ ગ્રામ્ય તથા નિતેશ પાન્ડેય સાહેબ મે. મદદનીશ પોલિસ અધિક્ષક શ્રી ધોળકા વિભાગ નાઓએ પાકા કેદી પ્રતાપભાઈ ગાંડાભાઈ કોળી રહે. ભામાસરા તા. બાવળા જિ. અમદાવાદ નાઓ દિન-૨૦ તથા દિન-૬૫ ની વધારાની કુલ-૮૫ દિવસ માટે રજા મંજુર થતા આરોપી તા.૧૮/૦૨/૨૦૨૦ ના રોજ જેલથી પેરોલ રજા ઉપર મુક્ત થયેલ અને તા.૧૪/૦૫/૨૦૨૦ ના રોજ પરત હાજર થવાનું હતું અને તે સમયસર હાજર ન થતા તે પેરોલ જમ્પ થયેલ હોય જેની ધરપકડ કરવા સુચના આપેલ હોય જે આધારે એમ.પી. ચૌહાણ સાહેબ શ્રી બગોદરા પોલીસ સ્ટેશન નાઓનાં માર્ગદર્શન હેઠળ બગોદરા પોલીસ સ્ટેશન ના હે. કો કિશોરસિંહ કુંવરસિંહ તથા પોલીસ કોનસ્ટેબલ બ્રીજરાજસિંહ પ્રભાતસિંહ, જયદીપિંહ ભૂપતસિંહ, સુરેન્દ્રસિંહ જયવિરસિંહ વિગેરે સ્ટાફ ના માણસો ખાનગી વાહનમાં સરદ નાસતા ફરતા આરોપી ની વોચમાં હતા તે દરમિયાન પાકા કેદી પ્રતાપભાઈ ગાંડાભાઈ કોળી રહે. ભામસરા તા. બાવળા જિ. અમદાવાદ નાનો પોતાના ઘરેથી હાજર મળી આવતા આજરોજ તા.૧૬/૦૭/૨૦૨૦ સમય કલાક ૧૨:૩૦ વાગ્યે રાઉન્ડ અપ કરી કોરોના ટેસ્ટ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર