માંડવીમાં મહિલા તસ્કરોની સફાઈ સી.સી.ટી.વી.માં થઈ કેદ.

માંડવીની સોનીબજાર વિસ્તારમાં ચાર રસ્તા ઉપર સરદાર તાળાં વાળાની દુકાનમાં ૭ જેટલા તાળાની ધોળા દિવસે ચોરી થતાં ચકચાર  મચી ગયો હતો. ચોરીના આ બનાવને અંજામ આપનાર કોઈ આજાણયી મહિલાઓની ટોળી સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ચોરી કરતી મહિલાઓની સીસીટીવી ફૂટેજની કલીપ વાઇરલ થતાં આખોય મામલો ચર્ચામાં આવી ગયો હતો. ઓમપ્રકાશ સરદાર તાળાં વાળા શૌચ કરવા માટે બહાર નીકળતા ત્યારે મોકાનો ફાયદો ઉપાડી એક અજાણયી મહિલા અને તેની સાથેની અન્ય ૩ મહિલાઓએ ૭ જેટલા તાળાં સરકાવી પોતાની થેલીમાં રાખી ત્યાંથી ફરાર થતી મહિલાઓ સીસીટીવીમાં કેદ થતાં પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું. જોકે તાળાં ચોરીના આ બનાવ અંગે કોઈ ફરિયાદ નોંધાવઈ નથી. પોલીસના જણાવ્યા અનુસાર આ મહિલાઓએ આ વિસ્તારમાં અન્ય દુકાનોમાં પણ પોતાની હાથ સફાઈ કરી હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *