મુન્દ્રા-માંડવીમાં શરાબના 3 કેસમાં 3 ઝડપાયા, 1 ફરાર

ભુજ:મુન્દ્રા અને માંડવી પોલીસે શરાબના કરેલા અલગ અલગ કેસમાં ૩ ઇસમો ઝડપાયા હતા જ્યારે એક નાસી જવામાં સફળ રહયો હતો. મુન્દ્રા ખાતે મીમ્સ હોસ્પિટલની સામે આવેલી દુકાન પાછળ દરોડો પાડીને ઈસમ મેહુલ વિષ્ણુભાઇ મહેશ્વરીને 4,550ની કિંમતની ભારતીય બનાવટની વિદેશ શરાબની 13 બોટલ સાથે દબોચી લીધો હતો. જ્યારે શહેરના મહાવીર કોમ્પલેક્ષ નીચે પ્રવિણ વીશનજી નંદુને નવ શરાબની બોટલ સાથે પકડી પાડ્યો હતો. મુન્દ્રા પોલીસે બન્ને ઇસમો વિરૂધ ગુનો નોંધીને તપાસ કરી હતી. તો બીજી તરફ માંડવીના કલવાણ રોડ પર દરોડો પાડીને ઇમરાન ઉર્ફે સાલેમામદ ઓઢેજા રહે રાઠોડ ફળીયાવાળાને શરાબની સાત બોટલ સાથે પકડી લીધો હતો જ્યારે પ્રિન્સ ખારવા નામનો ઈસમ નાસી ગયો હતો.