મોખા પાસેથી શરાબની 48 બોટલ સાથે 2 ઝડપાયા

ભુજ.મુન્દ્રાના મોખા ત્રણ રસ્તા પાસે આવેલી મોમાય હોટલ સામેના ઝુંપડામાં બાતમીના પગલે પોલીસે દરોડો પાડીને અંગ્રેજી શરાબની 48 બોટલ સાથે બે શખ્સને દબોચી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ બુધવારે રાત્રે આઠ વાગ્યે મુન્દ્રા મરિન પોલીસ રેડ પાડી હતી. મુંન્દ્રાના મોખા ગામે હનુમાન ફળિયામાં રહેતા મનીશ નારાણ જરૂ (ઉ.વ.40) અને હિરેન છગનલાલ છેડા (ઉ.વ.32)ને 16,800ની કિંમતની દારૂની 48 બોટલ સાથે ઝડપી લીધા હતા. આરોપીઓ વિરૂધ હેડ કોન્સ્ટેબલ દામજીભાઇ પી.આમનાએ ગુનો નોંધીને આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ સી. ગોહિલે હાથ ધરી છે.