ભાવનગરનાં ફરીયાદકા ગામે ક્રાઇમ બ્રાંચની રેડ:જુગાર રમતા ૫ ઇસમો પકડાયા

ભાવનગર એલ.સી.બી. સ્ટાફે ફરીયાદકા ગામ શેઢાવદર જવાના રોડે લાલાભાઇ દિનેશભાઇ રાવળની વાડીની પાછળ હારજીતનો જુગાર રમે છે.જે હકિકત આઘારે બાતમીવાળી જગ્યા ઉપર પંચો સાથે રેઇડ કરતા કુલ-05 ઇસમો જાહેરમાં ગંજી પતાના પના વતી પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમતા દિપકભાઇ નરોત્તમભાઇ રાઠોડ ઉ.વ.42 રહે.ભરતનગર જુના સિંગલીયા બ્લોક નં.-88 બાર નંબરના બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ભરતભાઇ લક્ષ્મીશંકર જોષી ઉ.વ.37 રહે.કાળીયાબીડ પુનમ સો.સા. પ્લોટ નં.4832/બી/1 નીલમણીનગર રોડ મહાવીરનગર સામે ભાવનગર રાજેન્દ્રભાઇ નટવરલાલ જાની ઉ.વ.39 રહે.પ્લોટ નં.361 કર્મચારી નગર ફુલચરગામ ભાવનગર મુકેશભાઇ હિમ્મતભાઇ વાઘેશ્વરી ઉ.વ.34 રહે.આખલોલ જકાતનાકા ઇન્દીરાનગર રાજ મંદીર પાન પાછળ ભાવનગર શશીકાંતભાઇ ચીમનભાઇ જોષી ઉ.વ.48 રહે.ભરતનગર સીંગલીયા બ્લોક નં.38 મ્યુ.સ્કુલ પાસે ભાવનગર ઉપરોકત પાંચ ઇસમો જાહેરમાં ગંજીપતાનાં પાનાં વડે પૈસા વતી હારજીત નો તીન પત્તીનો જુગાર રમી-રમાડતા ગંજીપતાનાં પાના-52 કિ.રૂ.00/00-,તથા રોકડ રૂ.22,110/- નાં મુદ્દામાલ સાથે પકડાય જતા તમામ સામે જુ.ધા.કલમ:-12 મુજબ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો. ઇન્સ.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફે બજાવી હતી.