મોરબીમાં એપાર્ટમેન્ટ પરથી પટકાતા પ્લમ્બરનું મોત

મોરબી નજીકની અવની ચોકડી પાસે આવેલ ગિફ્ટ એપાર્ટમેન્ટમાં કામગીરી દરમિયાન ઉપરથી પટકાયેલા યુવાનનું મોત નિપજયુ હતુ.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે કામધેનુ પાર્ટી પ્લોટ પાછળના ભાગમાં કેણકડાની વાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા ભરતભાઈ કમશીભાઇ પરમાર સતવારા (ઉંમર 29) ગઈકાલે અવની ચોકડી પાસે આવેલ ગોડ ગીફ્ટ એપાર્ટમેન્ટમાં અંદર પ્લમ્બર નું કામ કરતા હતા દરમિયાન 70 ફુટની ઉંચાઇએથી નીચે પટકાતાં તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. મૃતકના નાના ભાઇ અશ્ર્વિનભાઇ પરમારની ફરિયાદ લઈને આગળની તપાસ હાથ ધરી છે.