કાલાવડ નાકા બહારથી વરલીના આંકડા લખતો ઈસમ ઝડપાયો: ૧ ફરાર

જામનગર જિલ્લામાં જુગાર રમતા શખ્સોને પકડી પાડવા માટે પોલીસે ગઇકાલના રોજ કરેલ કાર્યવાહીમાં કાલાવડ નાકા બહારથી વર્લી મટકાના આંકડા લખી પૈસાની હારજીત કરી જુગાર રમતા બે શખ્સો પૈકી એકની ધરપકડ કરી રૂ.10,000 ઉપરની રોકડ રકમ જપ્ત કરી તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર જિલ્લા પોલીસે ગઇકાલના રોજ ચેકિંગ દરમિયાન કાલાવડનાકા બહાર શાહ પેટ્રોલપંપ પાસેથી વર્લી મટકાના આંડકા લખી જુગાર રમતા બે શખ્સો પૈકી અકબર ઉર્ફે જોની અલીમામદભાઈ ખફી નામના શખ્સની ધરપકડ કરી ફરારી આરોપી મોહશીન ઇકબાલભાઈ પઠાણ નામના ફરારી શખ્સની તપસ હાથ ધરી રૂ.10720ની રોકડ રકમ જપ્ત કરી બંને વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ દફતરે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.