મોરબીના સામાકાંઠેથી મૂળ વઢવાણની સગીરાનું અપહરણ કરાયું

મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપ પાસેના વિસ્તારમાં રહેતા અને મૂળ વઢવાણના પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરી જવાતા ગુનો નોંધાવા પામેલ છે.
બી ડિવિઝન પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકામાં આવેલા ગુંદિયાળા ગામનો પરિવાર હાલ મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપ પાસેના વિસ્તારમાં રહે છે.
ગત તા.13 ના રોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં આ રજપુત પરિવારની સગીર વયની દીકરીનું મેહુલ ચકાભાઇ કોળી રહે.ખારાકુવા પાસે,રામદેવપીર મંદિર નજીક,જોરાવરનગર,વઢવાણ નામનો શખ્સ અપહરણ કરીને લઈ જતા ભોગ બનનાર પરિવારે બંનેની શોધખેાળ કરી હતી છતાં સગીરાનો પતો ન લાગતા અંતે તેઓએ પોલીસને જાણ કરતાં હાલ પેાલીસે અપહરણના બનાવની નોંધ કરી છે અને ઇન્ચાર્જ પીઆઇ આઇ.એમ.કેાંઢીયાએ આગળની તપાસ શરૂ કરી છે.