વાહનો તસ્કરી કરનારા 2 લોકોની અટક

મુંબઈ:લોકડાઉનનો લાભ લેતાં થ્રી અને ટુવ્હીલર વાહનો ચોરી કરનારા બે જણની વનરાઈ પોલીસે ધરપકડ કરી છે. શખ્સો પાસેથી કેટલાંક વાહનો હસ્તગત કરાયાં છે. આરોપીઓને રિમાંડ પર લઈને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.લોકડાઉનમાં વાહનોની તસ્કરી ની ફુરિયાદો વધતાં છેલ્લા 30 દિવસથી પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હી. આખરે ગણેશ મણી દેવેન્દ્ર (25) અને વિષ્ણુ સુદામા સિંગ (20)ની અટક કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 3 રિક્ષા, 2 રોયલ એનફિલ્ડ બુલેટ, 2 મોટરસાઈકલ મળીને રૂ. 5.80 લાખનાં વાહનો હસ્તગત કરાયાં છે. શખ્સોએ હજુ આવાં અનેક વાહનો તસ્કરી કર્યાં છે, જેની વધુ તપાસ કરવામાં આવી રહી છે.