દાંતીવાડામાં રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 2નાં મોત નિપજ્યાં

બનાસકાંઠાના દાંતીવાડા નજીક રીક્ષા અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યાં છે. ટ્રક અને રિક્ષા સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પીલીસ ધટના સ્થળે દોડી આવી બંને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.મહત્વનું છે કે કોરોના લોકડાઉન બાદ અનલોક કરવામાં આવતા રાજ્યમાં કોરોના કેસ સાથે સાથે અકસ્માતની ઘટના પણ વધી રહી છે.