નવી મુંબઈના કવોરન્ટીન સેન્ટરમાં કોરોના પોઝિટિવ મહિલા પર દુષ્કર્મ

મહારાષ્ટ્ર્રમાં કોરોનાના સૌથી વધારે કેસ છે. લોકોમાં લક્ષણો દેખાય તો તેમને કવોરન્ટીન સેન્ટરમાં રાખવામાં આવી રહ્યા છે. નવી મુંબઈના એક કવોરન્ટીન સેન્ટરમાં બળાત્કારની ઘટનાએ આ સેન્ટર્સની સુરક્ષા પર ફરી એક વખત સવાલો ઉઠાવ્યા છે. મળી રહેલી માહિતી મુજબ, નવી મુંબઈના આ કવોરન્ટીન સેન્ટરમાં ૪૦ વર્ષની મહિલા સાથે બળાત્કાર કરવામાં આવ્યો. મહિલા કોરોના સંક્રમિત હતી.પનવેલ પોલીસે પીડિતાના નિવેદનના આધારે આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પનવેલ પોલીસ અધિકારી અશોક રાજપૂત પાસેથી મળી રહેલી માહિતી મુજબ ઘટના ગુવાર સાંજની છે. ત્યાર બાદ મહિલાનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો તો તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.પનવેલ પોલીસના અધિકારી પાસેથી મળી રહેલી માહિતી મુજબ આ કેસમાં આરોપી ખુદ એક ડોકટર છે. ઘટનાના દિવસે ડોકટરે મહિલાને પુછયું કે કોઈ તકલીફ છે? જેના પર મહિલાએ કહ્યું કે તેને પીઠમાં દુખાવો છે. તેના પર આરોપી ડોકટરે કહ્યું કે મસાજ કરવું ડશે અને કપડા ઉતારીને મસાજ કયુ. ત્યાર બાદ પીડિતાનું મોઢું દબાવીને બાથમમાં લઈ જઈને બળાત્કાર કર્યેા હતો