રૂપિયા ૧૧,૩૭૦/-રકમ સાથે ૧૨ શકુનિઓ ને પકડી પાડતી અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી


જિલ્લા માં દારૂ જુગાર ની અસામાજિક પ્રવૃત્તિઓ ને ડામી દેવાના હેતુસર જિલ્લા પોલીસ વડા શ્રી આર.વી અસારી સાહેબે જિલ્લા ના અઘિકારીશ્રી ઓને ખાસ સુચના કરેલ તેના ભાગરૂપે આજે એલ.સી.બી પો.ઈન્સ. શ્રી ડી.એન પટેલ સાહેબ,પો.સ.ઇન્સ. શ્રી કે.કે જાડેજા સાહેબ, પો.સ.ઇન્સ શ્રી બી.એચ ઝાલા સાહેબ અને એલ.સી.બી ટીમે બાતમીદારો કાર્યરત કરેલ છે તેના ફળ સ્વરૂપે પો.કો જયદીપસિંહ ચાવડા અને મહાવીરસિંહ પઢેરિયા ને મળેલ ચોક્કસ બાતમીના આધારે સાણંદ તાલુકાના ગરોડીયા ગામે માતા વાળો વાસ નામથી ઓળખાતા ઠાકોરવાસમાં રેઇડ કરતા કુલ ૧૨ શકુનિઓ ને રોકડ રકમ રૂપિયા ૧૧,૩૭૦/- સાથે ઝડપી પાડયા હતા.આ કામગરીમાં એલ.સી.બી.ના પો.ઈન્સ. શ્રી ડી.એન પટેલ સાહેબ,પો.સ.ઇન્સ. શ્રી કે.કે જાડેજા સાહેબ, પો.સ.ઇન્સ શ્રી બી.એચ ઝાલા સાહેબ અને પો.કો જયદીપસિંહ ચાવડા અને મહાવીરસિંહ પઢેરિયા વિગેરે જોડાયેલ હતા.
આરોપીઓના નામ:-
૧) છનાજી મથુરજી ઠાકોર ઉં.વ-૬૫
૨) પ્રભાતજી ધમીરજી ઠાકોર ઉં.વ- ૬૫
૩) મફતજી રેવાજી ઠાકોર ઉં.વ- ૬૫
૪) કાળાજી અંબારામ ઠાકોર ઉં.વ- ૪૫
૫) જયેન્દ્રસિંહ દોલુભા વાઘેલા ઉં.વ- ૪૮
૬) ગોવિંદજી પોપટજી ઠાકોર ઉં.વ- ૪૮
૭) અરવિંદજી ચંદુજી ઠાકોર ઉં.વ- ૪૫
૮) સરતાનજી આતાજી ઠાકોર ઉં.વ- ૬૦
૯) શામળજી રામસંગજી ઠાકોર ઉં.વ- ૬૪
૧૦) પ્રહલાદજી ગણેશજી ઠાકોર ઉં.વ- ૫૦
૧૧) જવાનજી મંગાજી ઠાકોર ઉં.વ- ૫૪
૧૨) ડાહયાજી થાનાજી ઠાકોર ઉં.વ- ૪૨
આ બધા જ જુગારીઓ ગામ:-ગરોડિયા તા:-સાણંદ ના રહેવાસી છે.
રીપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર