ભારતીય બનાવટનો પ્રરપ્રાંતીય દારૂનો મોટો જથ્થો પકડી પાડતી કણભા પોલીસ

મે.આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ અમદાવાદ રેન્જ તથા મે.જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી આર.વી.અસારી સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓની સુચના તથા મે. નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.ટી.કામરીયા સાહેબ સાણંદ વિભાગ, સાણંદ નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી/જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સારૂ કરવા માટે  એસ.કે.પટેલ સાહેબ શ્રી પો.સબ ઇન્સ. કણભા તથા એ.એસ.આઇ રવિન્દ્રસિંહ સર્યસિંહ તથા પો.કો કલ્પેશભાઇ બદાભાઇ,વિષ્ણુભાઇ કમજીભાઇ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રોહીબિશન અંગેની ગેર કાયદેશરની પ્રવૃતી અટકાવવા અંગે પ્રોહી ડ્રાઇવ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હુકા ભરકુંડા રોડ હુકા ગામની સીમ ખાતે એક શંકાસ્પદ ગાડી આવતા તેને રોકી તેમાં તપાસ કરતા તેમાંથી વગર પાસ પરમીટનો ગેર કાયદેશરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઓફીસર ચોઇસ બ્રાન્ડની ૭૫૦ મી.લી. ની સીલ બંધ  બોટલો નંગ ૭૯ કીંમત રૂા. ૩૧,૬૦૦/- તથા હેવર્ડ ૫૦૦૦ બિયર ટીન નંગ ૬૮ કીંમત રૂપીયા ૬૮૦૦/- મળી કુલ કીં.રૂ ૩૮,૪૦૦/- ના મુદામાલ સાથે આરોપી અભીષેકસીંગ સુનીલસીંગ જાતે રાજપુત ઉંવ ૨૦ રહે મ.નં એ/૪૦૬, નવજીવન સોસાયટી ગેરતપુર તા દસ્કોઇ જી.અમદાવાદ નાને પકડી પાડી મોબાઇલ ફોન નંગ ૧ કીં રૂા. ૨૦૦૦/- તથા ફોરવ્હીલ ગાડી ની કીંમત રૂ ૯૦,૦૦૦/- મળી કુલ કીં.રૂા. ૧,૩૦,૪૦૦/- નો  મુદામાલ કબ્જે કરી કણભા પો.સ્ટે. માં પ્રોહી.કલમ ૬૫(ઇ), ૧૧૬(બી), ૮૧, ૯૮(૨) મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

રિપોર્ટર : ગોહેલ સોહીલ કુમાર