મોરબી: મોબાઇલમાં અચાનક બ્લાસ્ટ થયો, જેના કારણે યુવક બાઈક પરનો કાબૂ ગુમાવતા મોત


મોરબીના બંધુનગર નજીક રાતે એક યુવક પોતાનું બાઈક લઈને જતો હતો,દરમિયાન તેના પેન્ટના ખિસ્સામાં રહેલા મોબાઇલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો, જેના કારણે યુવક બાઈક પરનો કાબૂ ગુમાવતા રોડ પર ફસડાઇ પડ્યો હતો અને માથામાં ગંભીર ઇજાના લીધે યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.આ અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે મોરબીના બંધુનગર નજીક એક એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતો અને મૂળ યુપીના દેવરિયા જિલ્લાનો વતની ગુડડું સાહની નામનો 27 વર્ષય યુવક ગુરુવારે રાત્રે તેનું બાઈક લઈને નેશનલ હાઇવે પર જતો હતો, તે દરમિયાન તેના પેન્ટનાં ખિસ્સામાં રહેલો ચાઈનીઝ બનાવટનો રિયલ મી કંપનીનો મોબાઇલ અચાનક બ્લાસ્ટ થયો હતો. અચાનક બનેલી ઘટનાથી યુવકે બાઈક પરથી સંતુલન ગુમાવ્યુ હતું અને બાઈક જમીન પર ફસડાઇ પડતા તેનું માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.