36 લાખથી વધુના વિદેશી શરાબ સાથે 3 ઝડપાયા : એક ફરાર


સુરેન્દ્રનગર પોલીસ સૂતી રહી અને થાનમાં આર.આર.સેલ દવારા દારૂ ઝડપી લેવામાં આવ્યો લીધો હતો.તરણેતર સરા રોડ ઉપર થી રાત્રી દરમિયાન 36 લાખ કરતા વધારે નો દારૂ 45,26,000 ની મત્તા સાથે ત્રણ ની અટકાયત કરી હતી તો એક આરોપી નાશી છુટયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન ખાસ કરી હાઇવે ઉપરનાં ગામોમાં ઇંગ્લિશ દારૂ પરપ્રાંતીય પ્રદેશમાંથી ઘુસાડવા નો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે ત્યારે ખાસ કરી જિલ્લાના હાઈવે ઉપર રોજ બરોજ લાખો રૂપિયાનો દારૂ પસાર થઇ રહ્યો છે. ત્યારે આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લામાં આર.આર.સેલ સતર્ક બન સતર્ક બની આવો પસાર થતો દારૂ ઝડપી લેવા માટે કામે લાગી છે.સુરેન્દ્રનગર જિલ્લાના થાન ગામમાં તરણેતર થી સરા જવા ના મુખ્ય રસ્તા ઉપરથી પસાર થતો દારૂ ભરેલી ટ્રક આર.આર.સેલ દ્વારા ઝડપી લેવામાં આવતા થાન પોલીસ ઉપર અનેક પ્રકારના સવાલો ઉભા થવા પામ્યા છે અને ખાસ કરીને થાન પોલીસ ઉંઘતી ઝડપાઇ હોય એવા જિલ્લામાં સવાલો ઉભા થવા પામ્યા છે. ગઇકાલે રાત્રીના અગિયાર વાગ્યા બાદ તરણેતર થી સરા જવાના રસ્તા ઉપરથી પસાર થતો દારૂ ભરેલી ટ્રક શંકાસ્પદ લાગતા આર.આર.સેલ પોલીસ દ્વારા આ ટ્રકની તલાશી લેવામાં આવતા આ ટ્રકના પાછળના ભાગમાં દારૂ ભર્યો હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે ખાસ કરી આ ટ્રકમાં ચાર લોકો સવાર હતા જેમાંથી ત્રણ લોકો ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને એક નાશી છુટયો હતો. આર જે. 1 જીએ 2165 નંબર ટ્રકમાં ગેરકાયદેસર રીતે અને વગર પરમિશન એ દારૂ પસાર થઈ રહ્યો હતો ત્યારે આર.આર.સેલનો જાણકારી થતા ટ્રકની બાતમી અને તપાસ કરવામાં આવતા ટ્રકમાં મોટી સંખ્યામાં દારૂ હોવાનું ખુલ્યું હતું
આ ત્રણ આરોપીમાં પપ્પા પપ્પા રામ એસ ઓ માનારામ ખિયારામ જાટ (ઉમર વર્ષ 34) ડ્રાઇવિંગ રહેવાસી ગામ સાઈ એરીયો હનુમાન વિસ્તાર જોધપુર રાજસ્થાન બીજો આરોપી નરેન્દ્ર જાટ ત્રીજો આરોપી થાન પ્રોપર રહેવાસી વિસ્તાર નો ફારૂકભાઇ ઇબ્રાહીમભાઇ પટ્ટીની પોલીસ દ્વારા અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી..જેમાં આર.સેલ પોલીસ દવારા વિવિધ કલમો લગાડીને સીલ બંધ 750 એમ એલ ની બોટલ નંગ 8189 ઝડપી લઈને ફુલ રકમ 36,31,500 નો દારૂ ઝડપાયો હતો તે ઉપરાંત એક ટ્રક અને અન્યમુદ્દામાલ સહિત 45,26,000 મુદ્દામાલ આર.આર.સેલ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો અને વધુ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.