જામનગરમાં જુગાર રમતી વધુ ચાર મહિલાઓ પકડાતાં ચકચાર


જામનગરમાં ગુલાબનગર રોડ પર પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતી ચાર મહિલાઓને પકડી પાડી છે.જામનગરમાં ગુલાબનગર રોડ પર રાજપાર્કના ઢાળીયા પાસે દિપક પાન એન્ડ કોલ્ડ્રીકસ વાળી ગલીમાં જાહેરમાં જુગાર રમી રહેલ ચંપાબેન જાદવજીભાઇ ધોળકીયા, નીતાબેન જયેશભાઇ ધોળકીયા, વનીતાબેન પ્રફુલભાઇ રાણેવાડીયા અને હેમલતાબેન ડોલરભાઇ વ્યાસ નામના ચાર મહિલાઓને પકડી પાડ્યા હતાં. પોલીસે આ તમામના કબ્જામાંથી 6350 ની રોકડ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.