ખેડા: ભુમેલ રેલવે બ્રિજ પાસે સર્જાયો અકસ્માત, 3નાં અરેરાટી ભર્યા મોત

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ખેડામાં ST બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં લોકોના મોત નીપજ્યાં છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી અવી તપાસ હાથ ધરી છે.આ મામલે મળતી માહિતી અનુસાર ખેડાના ભુમેલ રેલવે બ્રિજ પાસે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મૃત્યુ પામેલામાં બે પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. 2 પુરુષોની ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તમામ મૃતકો કણજરી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.