રાજુલાના કુંભારીયા ગામે માસુમ બાળકી પર કૌટુંબીક કાકાનો દુષ્કર્મ

અમરેલી જિલ્લાનાં રાજુલા તાલુકાનાં કુંભારીયા ગામે રહેતી એક 4 વર્ષની બાળકીને તે જ ગામે રહેતા અને બાળકીના કૌટુંબિક કાકાએ નજર બગાડી આ બાળકીને પોતાની દુકાનમાં બોલાવી ચોકલેટ આપી શરીરે હાથ ફેરવી જાતિય હુમલો કર્યાની પોલીસ ફરીયાદ નોંધાતા આ બનાવમાં આરોપી શખ્સ સામે રાજુલા પથંકમાં ફીટકાર વરસી રહયો છે.આ બનાવમાં પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજુલા તાલુકાનાં કુંભારીયા ગામે રહેતા એક યુવકની 4 વર્ષિય પુત્રીને તે જ ગામે રહેતાં જયસુખ ધનજીભાઇ કડેવાલ નામના શખ્સે ગત તા. 18-7નાં બપોરનાં 1ર/30 કલાકે પોતાની દુકાનમાં બોલાવી અને આ 4 વર્ષની બાળકીને ચોકલેટ આપી તેણીના શરીરનાં પાછળના ભાગે અંદર આંગળી કરી અને જાતિય હુમલો કર્યાની ફરીયાદ ભોગ બનનાર બાળકીના પિતાએ ડુંગર પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી શખ્સ સામે 376 (ર), (એફ) (જ) 376 એ.બી. તથા પોકસો એકટ 4-6-8 મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા પ્રયાસ હાથ ધર્યો છે ખોબા જેવડા ગામનાં અપરણીત શખ્સે માત્ર 4 વર્ષની બાળકીના શરીર ઉપર અડપલા કરી, દુષ્કર્મનો પ્રયાસ કરતા રાજુલા પંથકમાં આરોપી શખ્સ સામે ચૌ તરફ ફીટકાર વરસી રહયો છે.