ભાવનગર પંથકમાં માલ સામાનની તસ્કરીમાં સંડોવાયેલ તસ્કર બેલડી પકડાઈ : મુદામાલ ઝડપાયો

ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો અલંગ પો.સ્ટે. વિસ્તાનરમાં મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાનન ત્રાપજ ગામે બેલા જવાના રસ્તે આવતા બેલા ગામ બાજુથી એક હીરો કંપનીની સીલ્વર કલરની સ્પ્લેન્ડર મોટર સાયકલ ઉપર બે ઇસમો વચ્ચેના ભાગે પ્લાસ્ટીકના કંતાનના બે કોથળામાં કઇક શંકાસ્પદ રીતે લઇને નિકળતા તેઓને જેમના તેમ રોકી પંચોના માણસો સાથે નામ ઠામ પુછતા હિંમતભાઇ લાલજીભાઇ પરમાર જાતે- દે.પુ. ઉ.વ.24 ધંધો મજુરી રહે.બેલા ગામ, વાડી વિસ્તાર, તા.તળાજા વાળો હોવાનુ નં.(2) નુ નામ ઠામ પુછતા રાજુભાઇ ઉર્ફે બોડો બીજલભાઇ પરમાર જાતે- દે.પુ. ઉ.વ.20 ધંધો મજુરી રહે.લાકડીયા ગામ, હાલ બેલા ગામ, વાડી વીસ્તાર, તા.તળાજા વાળો હોવાનુ જણાવેલ મજકુર ઇસમો પાસેના ઇલેકટ્રીક બાળેલ કેબલ વાયરના તાંબાના ભંગારના બીલ, આધાર પુરાવા માંગતા મજકુર બન્ને ઇસમો પોતાની પાસે બીલ આધાર પુરાવા ન હોવાનુ જણાવતા મજકુર ઇસમો પાસેથી મળી આવેલ કેબલ વાયરના તાંબાનો ભંગાર ચોરી અગરતો છળકપટથી મેળવેલ હોવાનુ જણાતા.જે તાંબાના વાયરનો ભંગારના જેનુ વજન જોતા આશરે 45.500 કિ.ગ્રા. જેની કુલ કિ.રૂ.13,650/- નો મુદામાલ સાથે મળી આવતા મુદામાલ સી.આર.પી.સી.ક. 102 મુજબ કબ્જે કરેલ છે. મજકુર આરોપી નં.(1) હિંમતભાઇ લાલજીભાઇ પરમાર રહે.બેલા ગામ, વાડી વિસ્તાર, તા.તળાજા વાળાની અંગ ઝડતી કરતા તેના પેન્ટના ખીસ્સા માંથી બે મોબાઇલ ફોન મળી જેમાં એક સેમસંગ કંપનીનો સીલ્વર કલરનો મોડલ નં.ઉં2 જેની કિ.રૂ.7000/- ગણી તથા એક વીવો કંપનીનો સફેદ કલરનો મોડલ નં.1716 જેની કિ.રૂ.10,000/- ગણી સી.આર.પી. સી. કલમ 102 મુજબ કબ્જે કરેલ છે. તેમજ મજકુર ઇસમે ચોરીનો ગુન્હો કરવામાં ઉપયોગમાં લીધેલ તેમજ ચોરીનો મુદ્દામાલ હેરાફેરીમાં ઉપયોગ એક હીરો કંપનીની સીલ્વર કલરની સ્પ્લેન્ડ મોટર સાયકલ જેના આર.ટી.ઓ.રજી. નં. જીજે-04-બીએલ-5013 છે. તેની કિ.રૂ.30,000/- ગણી સી.આર.પી.સી. કલમ 102 મુજબ કબ્જે કરેલ છે. મજકુર આરોપી નં.(2) રાજુભાઇ ઉર્ફે બોડો બીજલભાઇ પરમાર રહે.લાકડીયા ગામ, હાલ બેલા ગામ, વાડી વીસ્તાર, તા.તળાજા વાળાની અંગ ઝડતી કરતા તેના પેન્ટના ખીસ્સા માંથી બે મોબાઇલ ફોન મળી આવતા જે એક એમઆઇ કંપનીનો કાળા કલરનો મોડલ નં.એડમી ગો જેની કિ.રૂ.3000/- ગણી તથા એક એમઆઇ કંપનીનો સફેદ કલરનો મોડલ નં.રેડ મી-5 જેની કિ.રૂ.10,000/- ગણી સી.આર.પી.સી. કલમ 102 મુજબ કબ્જે કરી, આમ કુલ ચોરાઉ મુદામાલ કિ.રૂ.73,650/- ના ચોર મુદ્દામાલ સાથે મળી આવતા મજકુર ઇસમોને સી.આર.પી. સી.ક.41(1)(ડી) મુજબ ધોરણસર અટક કરેલ છે. મજકુર ઇસમો પાસેથી મળી આવેલ ઇલેકટ્રીક કેબલ વાયરના બાળેલ તાંબાના ભંગાર તથા મોબાઇલ ફોન બાબતે વિગતે પુછપરછ કરતા જણાવેલ કે, મજકરુ બન્ને ઇસમો આજથી આશરે પાત્રીસ દિવસ પહેલા ઉખરલા ગામે નાના ખોખરા જવાના રસ્તે આવેલ એક ભડીયામાં ચોરી કરીને બે મોબાઇલ ફોન તથા પથ્થર તોડવાની મોટરનો ઇલેકટ્રીક કેબલ વાયર ચોરી કરીને લાવેલ જણાવતા જે અંગે ખરાઇ કરતા ઉપરોકત ચોરીનો વરતેજ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં 11198067200572 /2020 ઇ.પી.કો. કલમ 379 મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેથી મજકુર બન્ને આરોપીઓને અલંગ પો.સ્ટે. ખાતે આગળની કાર્યવાહી માટે સોપી આપેલ છે.