જુનાગઢ દામોદર કુંડ પાસેથી યુવકનું અપહરણ કરી છરીના ઘા ઝીંકયા; રોકડ-મોબાઈલની લુંટ ચલાવાઈ

જુનાગઢના દામોદરજી કુંડ પાસે તા.18-7ની રાત્રીના 12 કલાકે સીંધી યુવાનને મોટરસાયકલમાં બેસાડી તેનું અપહરણ કરી રૂા.10 હજારની માંગણી કરી બે મુસ્લીમ શખ્સોએ બે છરીના ઘા ઝીંકી દઈ પાકીટમાંથી રૂા.2000 અને રૂા.15000નો આઈફોન સહીત કુલ રૂા.17000ની લુંટ ચલાવ્યાની ભાવનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગેની ભવનાથ પોલીસમાંથી મળતી માહિતી અનુસાર જુનાગઢ બસસ્ટેશન પાસે ગોકુલ હોસ્પીટલવાળી ગલીમાં રામકૃષ્ણનગર બ્લોક નં.10માં રહેતા સીંધી મયુરભાઈ કીશોરભાઈ છતવાણી (ઉ.વ.26) નામના યુવાનને એક ગુનામાં ભવનાથ પોલીસે અટક કરેલ બાદ જામીન ઉપર મુકત કરેલ હતો તે વખતે આરોપી સલમાન ઉર્ફે ગભરુ હાલા રે. ખારાવાડ સરદારબાગ પાછળ જુનાગઢવાળાએ તેના સ્પ્લેન્ડર મોટરસાયકલ નં. જી.જે.11 વી.એસ. રે.ઘાંચીપર શાહીન વાળાને સાથે લઈ ઘરે મુકવા જવા નીકળેલ રસ્તામાં દામોદરજીકુંડ પાસે પહોંચતા આરોપી સલમાન ઉર્ફે ગભરુએ મયુર કીશોરભાઈ પાસે રૂા.10000ની માંગણી કરી ભુંડી ગાળો ભાંડી મયુરને તેના ઘરે લઈ જવાના બદલે તેનું અપહરણ કરી ઘાચીપરમાં બનતા નવા ડુપ્લેક્ષ પાસે લઈ જઈ સલમાન ઉર્ફે ગભરુ હાલાએ રૂા.10 હજાર કઢાવી લેવા છરી બતાવી ડાબા હાથના કાંડામાં તથા કમ્મરની ડાબી બાજુએ ઘા મારી લોહીલુહાણ કરી પાકીટમાંથી રૂા.2000 તેમજ આઈફોન-6 સીલ્વર કલરનો મોબાઈલ 15000નો મળી કુલ રૂા.17000ના મુદામાલની લુંટ ચલાવી બન્ને આરોપી નાસી છુટયા હતા. આ ફરિયાદના આધારે ભવનાથ પીએસઆઈ એન.કે.વાજાએ જુદી જુદી ટીમો ગોઠવી આરોપીઓને હાથવેંતમાં હોવાનું જણાવ્યું છે.