જામનગરમાં શરાબ સાથે બે ઝડપાયા, એક ફરાર
જામનગર: જામનગરમાં સીટી સી ડીવીજન પોલીસે દીગ્જામ સર્કલ ઓવરબ્રીજની નીચે જાહેર રોડ પરથી અર્જુનસિહ નારૂભા જાડેજા જાતે ગીરા ઉ.વ 20 ધંધો મજુરી રહે નવાગામ ધેડ ગોપાલચોક જામનગર અને યશભાઇ સંજયભાઇ ધારવીયા જાતે ખારવા ઉ.વ 19 ધંધો મજુરી રહે નવાગામ ધેડ સરસ્વતી સોસાયટી જામનગર વાળા સખ્સોને આંતરી લઇ તેના કબજામાંથી એક બોટલ દારૂ મળી આવ્યો હતો પોલીસે બંને સખ્સોની અટકાયત કરી પૂછપરછ કરતા આ બોટલ દીવ્યરાજસિહ ઉર્ફ દીવુ વાળા રહે નવાગામ ધેડ ગાયત્રીચોક જામનગર વાળા પાસેથી ખરીદી હોવાની કબુલાત કરી હતી. પોલીસે તમામની સામે પ્રોહીબીશન એકટ કલમ- 65(એ)(એ),116(બી),81 મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.