ભારતીય કોસ્ટગાર્ડે જખૌ (ગુજરાત)ના કડિયાળી બેટ નજીકથી ચરસના 28 પેકેટ જપ્ત કર્યાં
ભારતીય કોસ્ટગાર્ડની લેન્ડિંગ પાર્ટીએ આજે બપોરે બે વાગે દરિયાકાંઠામાં પેટ્રોલિંગ દરમિયાન જખૌ બંદર નજીક આવેલા કડિયાળી બેટ ખાતેથી અલગ અલગ જગ્યાએથી ચરસના 28 પેકેજનો જથ્થો જપ્ત કર્યો હતો.ચરસના દરેક પેકેટનું વજન અંદાજે 01 કિલોગ્રામ જેટલું હતું અને અંદાજે કુલ રૂપિયા 42 લાખની બજાર કિંમતનો ચરસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 19 મે 2020થી આજદિન સુધીમાં, ICG દ્વારા અન્ય સરકારી એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે મળીને કોટેશ્વરથી માંડવી સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાંથી ચરસના 1300થી વધુ પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે