રંઘોળા ગામ ખાતેથી વિદેશી દારૂની બોટલ નંગ-૮૩ કિ.રૂ. ૩૭,૦૪૫/- નો મુદ્દામાલ ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ તથા ઉમરાળા
ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ખાસ ઝુંબેશ ઉપાડેલ હોય જે અન્વયે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો ઉમરાળા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે ઉમરાળા પો.સ્ટે.ના સ્ટાફના માણસોએ ઉમરાળા તાબેના રંઘોળા ગામ, નવાપરા વિસ્તારમાં અજયભાઇ ઉર્ફે પીન્ટુ મીઠાભાઇ ખમલના નવા મકાન ખાતે રેઇડ કરીને જુદી જુદી બ્રાંન્ડની વિદેશી દારૂની બોટલ નંગ-૮૩ કી.રૂા.૩૭,૦૪૫/-નો મુદામાલ ઝડપી પાડી રેઇડ દરમ્યાન હાજર નહિ મળી આવેલ ઇસમો (૧) અજયભાઇ ઉર્ફે પીન્ટુ મીઠાભાઇ ખમલ (૨) સતુભા જયુભા ગોહીલ રહેવાસી-બન્ને રંઘોળા ગામ, તા.ઉમરાળા જી.ભાવનગર વાળા વિરૂધ્ધ પ્રોહી. એકટ તળે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ સ્ટાફના પો.કોન્સ. નિતીનભાઇ ખટાણા તથા જયપાલસિંહ ગોહીલ તેમજ ઉમરાળા પો.સ્ટે.ના હેડકોન્સ. ભારતસિંહ વેગડ તથા હિતેષગીરી ગૌસ્વામી તથા પો.કોન્સ. યુવરાજસિંહ ગોહિલ તથા મહેશભાઇ ગઢવી વિગેરે જોડાયા હતા.
એજાદ સેખ રીપોર્ટર